કથાકાર માઁ અગ્નિશિખાજી

યોગનિષ્ઠ માઁ અગ્નિશિખાજી એ ઈ.સ. 1998 ગુલાબીનગરી જયપુર (સાંગાનેર) માં પ્રથમ "શ્રી રામકથા" ના માધ્યમ થી વ્યાસપીઠ સ્વીકાર્યા બાદ આજ સુધીમાં અનેક શ્રી રામકથા - શ્રીમદ ભાગવત સપ્તાહ - શ્રીમદ દેવી મહાપુરાણ - શ્રી શિવ મહાપુરાણ દ્વારા ઈશ્વર ના ગુણગાન ગાઈ રહ્યા છે.

  • કથા – સત્સંગ દ્વારા ધર્મ – કર્મ – ક્રાંતિ નો સંદેશ વેહેતો મુક્યો છે.
  • સંસ્કાર અને શિક્ષણ ના સમન્વય નો સૂર તેમની અસ્ખલીત ધારા પ્રવાહ સહજ અને નિર્મળ વાણી માંથી પ્રવાહીત થાય છે.
  • માઁ ના શ્રી મુખો થી કથા શ્રવણ કરવી એ જીવન નો અદ્ભૂત લ્હાવો છે.

સાધક તરીકે પૂજ્ય માઁ:

યોગનિષ્ઠ માઁ અગ્નિશિખાજી ઉદાસીન સંપ્રદાય થી દીક્ષિત છે. તેઓ નો ગુરુ આશ્રમ વેરાવળ (સોમનાથ) આવેલો છે.

  • તેઓ શ્રી હનુમાનજી ના ઉપાષક અને “શ્રી વિદ્યા ” ના સાધક છે.
  • “સાધના ને સાધન બનાવ્યા વિના માનવ જીવન સાધી શકાતું નથી”
  • મનુષ્ય ના દૈહિક – દૈવિક દુઃખો નું આધ્યાત્મિક નિરાકરણ આપવા પ્રયત્નશીલ છે.

ધ્યેય:

  • માનવજીવન ને માનવીય મૂલ્યો થી સુસંકૃત બનાવવા માટે અર્વાચીન બ્રહ્મ સંસ્કરણ પીઠ ની સ્થાપના કરવી.
  • નિ:સહાય નારીઓના રક્ષણ – શિક્ષણ – પોષણ હેતુ ” માઁ નું ઘર ” બનાવવું.
  • સંન્યાસીઓ – સાધુઓ – બ્રહ્મચારીઓ ( રમતા રામ સાધુઓ ) માટે તેમના ઉત્તરાર્ધ  જીવન ના નિર્વહન હેતુ ” ભજન ધામ ” નું નિર્માર્ણ કરવું.