બે શબ્દ માઁ વિશે...
યોગનિષ્ઠ માઁ અગ્નિશિખાજી નો જન્મ ઈ.સ. 1972 (રાણાવાવ) સૌરાષ્ટ્ર માં થયો. તેમનો M.Sc. સુધીનો અભ્યાસ દક્ષિણ ગુજરાત માં પૂર્ણ થયો. હાલ તેઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માં મુખ્ય પુરાણ વિષય સાથે “આચાર્ય” માં અભ્યાસ કરી રહ્યા છે.
યોગનિષ્ઠ માઁ અગ્નિશિખાજી એ
• ચિંતા મુક્ત્ત માનવ અને વિકાર (દુઃખ) વિહીન જીવન” ની પરિકલ્પના સાકાર કરવા માટે “ધ ડિવાઇન હીલીંગ સેન્ટર” ની સ્થાપના કરી છે.
• તીવ્ર પ્રભાવશાળી સાધના ના માર્ગદર્શન દ્વારા સાધકો રોગમુક્ત – તણાવ (ચિંતા) મુક્ત, દોષ મુક્ત થઇ રહ્યા છે.
• યોગ – ધ્યાન – પ્રાણ વિનિમય અને પંચતત્વ ના સુયોજિત પ્રવાહ દ્વારા માનવ જીવન ને યોગ્ય દિશા અને દશા તરફ વાળી રહ્યા છે.
• દૈહિક – દૈવિક પરિતાપ દૂર કરવા તીવ્ર સાધના પંથ નું માર્ગદર્શન આપી રહ્યા છે.
ઉદ્દેશ
"બડે ભાગ માનસ તનુ પાવા ।
સુર દુર્લભ સદ્ ગ્રથન ગાવા ।।"
|| શ્રી રામાયણ જી ||
- દેશ – વિદેશ માં આધ્યામિક માનવ જીવન શૈલી નો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
- તેઓ રામભક્ત શ્રી હનુમાનજી ના તેમજ “શ્રી વિદ્યા ” ના સાધક છે.
- દેવતા ઓને પણ દુર્લભ માનવ જીવન નો ઉચ્ચતમ હેતુ યથાર્થ કરવો અને કરાવવો માં નો મુખ્ય ઉદેશ્ય છે.
- તેઓ શ્રી સંકલ્પ સિદ્ધ વીર હનુમાન મંદિર ના મહંત શ્રી છે.
- તેઓ અમદાવાદ – નરોડા પોતાના પરિવાર સાથે તેમજ સણોસરા (જુનાગઢ) મંદિરે બિરાજે છે.